[![Open Source Love](https://badges.frapsoft.com/os/v1/open-source.svg?v=103)](https://github.com/ellerbrock/open-source-badges/) [![License: MIT](https://img.shields.io/badge/License-MIT-green.svg)](https://opensource.org/licenses/MIT) [![Open Source Helpers](https://www.codetriage.com/roshanjossey/first-contributions/badges/users.svg)](https://www.codetriage.com/roshanjossey/first-contributions) # પ્રથમ યોગદાન પ્રથમ વખત કંઈક કરવું થોડું મુશ્કેલ છે. ખાસ કરીને જ્યારે તમે જુથ સાથે મળીને કામ કરી રહ્યા હોવ, ત્યારે ભૂલો કરવી એ સારી વાત નથી. પરંતુ એકબીજા સાથે મળીને અને એક જ સાથે કામ કરવું એ જ તો ઓપેન સોર્સ છે. અમે તમારું પ્રથમ ઓપન સોર્સ કોન્ટ્રિબ્યુશન / યોગદાન સરળ બનાવાનો પ્રયત્ન કરીશુ. ઓનલાઇન આર્ટિકલ્સ વાંચન અને ઓનલાઇન ટ્યુટોરિયલ્સ મદદ કરી શકે છે, પરંતુ પોતે જ તે કામ કરવાથી સારું શું હોઇ શકે? આ પ્રોજેક્ટ તમને તમારી પ્રથમ કોન્ટ્રિબ્યુશન માટે દિશા નિર્દેશ આપશે. જો તમે તમારું પ્રથમ કોન્ટ્રીબ્યુશન કરવા માંગો છો તો આગળ આપેલા પગલાઓ અનુસરો. જો તમે કમાન્ડ લાઇન સાથે આરામદાયક ન હોવ, તો અહીં [ GUI ટૂલ્સનો ઉપયોગ કરવાના ટ્યુટોરિયલ્સ ](https://github.com/firstcontributions/first-contributions#tutorials-using-other-tools) આપેલ છે. fork this repository જો તમારા કમ્પ્યુટર પર Git ઇન્સ્ટોલ નથી, [ તો Git ઈન્સ્ટોલ કરો](https://help.github.com/articles/set-up-git/) ## રિપોઝીટરીને ફોર્ક કરો ફોર્ક(કાંટા) બટન પર ક્લિક કરવાથી આ રિપોઝીટરી ફોર્ક થાય છે, આ તમારા GitHub એકાઉન્ટમાં આ રિપોઝીટરીની એક નકલ (કોપી) બનાવશે. ## રિપોઝીટરી ક્લોન કરો clone this repository હવે તમે આ રેપો તમારા કમ્પ્યુટરમાં ક્લોન કરો (અર્થાત ડાઉનલોડ કરો). તમારા GitHub એકાઉન્ટ પર જાવ, કોડ બટન પર ક્લિક કરો અને પછી `copy to clipboard` આઇકોન પર ક્લિક કરો. આનાથી એ રેપોજીટરીનો યુઆરએલ કોપી થશે. તમારા કમ્પ્યુટર પર એક ટર્મિનલ / કમાંડ પ્રોમ્પ્ટ ખોલો અને નીચે દર્શાવ્યા મુજબ git આદેશ ચલાવો: ``` git clone "યુઆરએલ જે તમે હમણાં જ નકલ(ક્લોન) કરી" ``` જ્યાં "યુઆરએલ જે તમે હમણાં જ કોપી કર્યું છે" (અવતરણ ચિહ્નો સિવાય) એ આ રિપોઝીટરી(આ પ્રોજેક્ટનો તમારો ફૉર્ક) ની URL ના સંગ્રહ માટે છે. તેની URL ને મેળવવા માટે પાછલા પગલાં જુઓ. તેમને કોપી કરેલ યુઆરએલ સાથે બદલી કાઢો. ઉદાહરણ તરીકે: ``` git clone https://github.com/આ-તમે-છો/first-contributions.git ``` copy URL to clipboard 'આ-તમે-છો' તમારા GitHub એકાઉન્ટનું `username` છે. અહીં તમે તમારા કમ્પ્યુટરમાં GitHub થી first-contributions રિપોને કોપી કરી રહ્યા છો અથવા તેના એક સ્થાનિક / લોકલ કોપી બનાવી રહ્યા છે. ## એક બ્રાંચ બનાવો તમારા કમ્પ્યુટર પર બનાવેલ રિપોઝીટરીની કોપીનાં ફોલ્ડર / ડિરેક્ટરીમાં જાવ (જો હજુ સુધી તમે ત્યાં ન હોવ તો નીચે આપેલ Command(આદેશ) ચલાવો) ``` cd first-contributions ``` હવે 'git checkout' command(આદેશ) નો ઉપયોગ કરીને એક નવી શાખા(Branch) બનાવો. નવી શાખા(Branch) બનાવવા માટે -b વિકલ્પનો ઉપયોગ થાય છે. ``` git checkout -b <તમારી-શાખા-નામ-ઉમેરો> ``` ઉદાહરણ તરીકે: ``` git checkout -b add-alonzo-church ``` (શાખા(Branch)ના નામમાં 'add' ઉમેરવાની જરૂર નથી, પરંતુ તેમાં શામેલ કરવું યોગ્ય છે કારણ કે શાખા(Branch)નો હેતુ એક નામ છે, જે નામ ઉમેરવાનું છે.) ## આવશ્યક ફેરફારો કરો અને તે ફેરફારોને કમીટ કરો- હવે 'Contributors.md` ફાઇલને એક ટેક્સ્ટ એડિટરમાં ખોલો અને તેમા તમારુ નામ લખો. ફાઇલની શરૂઆત અથવા અંતે ઉમેરવાને બદલે, તેને મધ્યમાં ગમે ત્યાં રાખો. હવે, ફાઇલને સેવ કરો. git status જો તમે પ્રોજેક્ટની ડાઈરેક્ટરીમા જશો અને કમાન્ડ પ્રોમ્પ્ટમાં `git status` નિર્દેશ ચલાવશો, તો તમે કરેલા પરિવર્તન જોઈ શક્શો. તે પરિવર્તન બનાવવામાં આવેલ શાખા(Branch)માં ઉમેરવા માટે 'git add` કમાન્ડ વાપરો. ``` git add Contributors.md ``` હવે તમારા પોતાના ફેરફારોને 'git commit' આદેશનો ઉપયોગ કરી કમીટ કરો. ``` git commit -m "Add <તમારુ-નામ> to Contributors list" ``` <તમારુ નામ> ની જગ્યાએ તમારું નામ દાખલ કરો ## તમારા ફેરફારો ને Github માં પુશ કરો (ધકેલો). `git push` ઉપયોગ કરીને તમારા પરિવર્તન ને પુશ કરો ``` git push origin <તમારી-શાખા-નામ-ઉમેરો> ``` `<તમારી-શાખા-નામ-ઉમેરો>` ની જગ્યાએ તમારી શાખા(Branch)નુ નામ ઉમેરો. ## તમારા ફેરફારોના રીવ્યુ માટે સબમિટ કરો જો તમે તમારા github એકાઉન્ટ પર તમારી રિપો માં જાવ તો Compare & pull request નો ઓપ્શન હશે. તેને દબાવો. create a pull request હવે તમારી pull request સબમિટ કરો. submit pull request ટૂંક સમયમાં હું તમારા ફેરફારો માટે આ પ્રોજેક્ટની માસ્ટર શાખામાં મર્જ ક્રી દઇશ. તમને એક મેલ આવશે જ્યારે તમારા ફેરફારો મર્જ થશે. ## હવે, અહીંથી ક્યાં જવું ? અભિનંદન!:tada: તમે હમણાં જ સ્ટાન્ડર્ડ `fork -> clone -> edit -> pull request` વર્કફ્લો પૂર્ણ કર્યો છે. જેનો તમે વારંવાર સહયોગકર્તા (contributor) તરીકે સામનો કરશો! તમારા પ્રથમ યોગદાનની ઉજવણી કરો અને [વેબ એપ્લિકેશન](https://firstcontributions.github.io/#social-share) પર જઈને તમારા મિત્રો અને ફોલોઅર્સ સાથે શેર કરો. જો તમને વધુ પ્રેક્ટિસ જોઈતી હોય, તો [કોડ યોગદાન ચેકઆઉટ](https://github.com/roshanjossey/code-contributions) કરો. ચાલો, હવે તમને અન્ય પ્રોજેક્ટ્સમાં કંટ્ર્રીબ્યુટ કરવામા મદદ કરુ. અમે તમારા માટે એક યાદી બનાવી છે જેમા ખૂબ સરળ issues(મુદ્દાઓ) છે વેબ એપમા પ્રોજેક્ટ્સ ની સૂચિ જુઓ.](https://firstcontributions.github.io/#project-list) ## અન્ય સાધનોનો ઉપયોગ કરીને ટ્યુટોરીયલ્સ | GitHub Desktop | Visual Studio 2017 | GitKraken | VS Code | Sourcetree App | IntelliJ IDEA | | -------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- | ------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ | ----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- | ----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- | --------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- | ----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- | | [GitHub Desktop](../gui-tool-tutorials/github-desktop-tutorial.md) | [Visual Studio 2017](../gui-tool-tutorials/github-windows-vs2017-tutorial.md) | [GitKraken](../gui-tool-tutorials/gitkraken-tutorial.md) | [Visual Studio Code](../gui-tool-tutorials/github-windows-vs-code-tutorial.md) | [Atlassian Sourcetree](../gui-tool-tutorials/sourcetree-macos-tutorial.md) | [IntelliJ IDEA](../gui-tool-tutorials/github-windows-intellij-tutorial.md) |