Files
first-contributions/docs/cli-tool-tutorials/github-cli-tutorial-gujarati.md
T
2025-03-19 17:38:39 -07:00

7.7 KiB

ઓપન સોર્સ પ્રેમ લાઇસન્સ: MIT ઓપન સોર્સ હેલ્પર્સ

પ્રથમ ફાળો

GitHub Desktop GitHub કમાન્ડ લાઇન ઈન્ટરફેસ (CLI)

આ અમારાં માટે માર્ગદર્શિકા છે, ટર્મિનલના શોખીનો માટે, જે બધું જ ટર્મિનલમાં કરવા ઈચ્છે છે, અને GitHub-CLI ની મદદથી, અમે આ હાંસલ કરી શકીએ છીએ! તમારું પ્રથમ યોગદાન મજાનું, સન્માનજનક અને પ્રેરણાદાયક હોવું જોઈએ.

આ માર્ગદર્શિકા થોડી વધુ પડકારજનક છે કારણ કે અમે કોઈપણ ગ્રાફિકલ ઈન્ટરફેસનો ઉપયોગ કરી રહ્યા નથી, પણ આ હજી પણ મજેદાર છે અને તમે ચોક્કસપણે તેને અનુસરવામાં સક્ષમ છો!

જરૂરીતા

હવે અમારે આપણા સિસ્ટમમાં github-cli ટૂલ ઇન્સ્ટોલ કરવું પડશે. આ માટે અધિકૃત દસ્તાવેજો અનુસરો.

તેના પછી, CLI માં લોગિન કરવા માટે નીચેનો આદેશ આપો:

gh auth login

સૂચનાઓ અનુસરો અને તમે તૈયાર છો!

આ રીપોઝિટરી ફોર્ક કરો

આ માત્ર એક આદેશ ચલાવવાથી શક્ય છે:

gh repo fork firstcontributions/first-contributions

મહત્વપૂર્ણ: તે તમને પૂછશે કે શું તમે તેને ક્લોન કરવું માંગો છો, "હા" પસંદ કરો.

તમારી શાખા બનાવો

આ પગલું અમે Git ની મદદથી કરીશું, માટે આ આદેશ ચલાવો (તમારું નામ બદલો, ઉદાહરણ તરીકે):

git switch -c add-john-doe

જરૂરી ફેરફારો કરો અને તેમને કમિટ કરો

હવે Contributors.md ફાઇલને કોઈપણ ટેક્સ્ટ એડિટરમાં ખોલીને તમારું નામ ઉમેરો. પછી ફાઇલ સાચવો.

પ્રોજેક્ટ ડિરેક્ટરીમાં git status ચલાવો અને ફેરફારો જુઓ.

git status

આ ફેરફારોને નીચેના આદેશથી ઉમેરી દો:

git add Contributors.md

હવે તમારાં ફેરફારોને કમિટ કરો:

git commit -m "Add your-name to Contributors list"

your-name ને તમારા નામથી બદલો.

ફેરફારો GitHub પર અપલોડ કરો

git push origin -u your-branch-name

your-branch-name ને તમે અગાઉ બનાવેલી શાખાના નામથી બદલો.

જો પુશ કરતી વખતે ભૂલ આવે તો અહીં ક્લિક કરો:
  • ઓથન્ટિકેશન ભૂલ

    remote: Support for password authentication was removed on August 13, 2021. Please use a personal access token instead.
    remote: Please see https://github.blog/2020-12-15-token-authentication-requirements-for-git-operations/ for more information.
    fatal: Authentication failed for 'https://github.com//first-contributions.git/'
    તમારા GitHub એકાઉન્ટમાં SSH કી કેવી રીતે ઉમેરવી તે જાણવા માટે GitHub ની ટ્યુટોરિયલ જુઓ.

તમારા ફેરફારોની સમીક્ષા માટે રજુ કરો

હવે નીચેનો આદેશ આપવાથી પુલ રિકવેસ્ટ બનાવી શકશો:

gh pr create --repo firstcontributions/first-contributions

પછી પુલ રિકવેસ્ટ સબમિટ કરો.

તમે gh status આદેશ વડે તમારી પુલ રિકવેસ્ટ ચકાસી શકો છો.

હવે પછી શું?

અભિનંદન! તમે ફોર્ક -> ક્લોન -> એડિટ -> પુલ રિકવેસ્ટ ના સ્ટાન્ડર્ડ વર્કફ્લો પૂરું કર્યું છે.

તમારા યોગદાનની ઉજવણી કરો અને મિત્રો સાથે શેર કરો વેબ એપ પર જઈને.

જો તમને કોઈ પ્રશ્ન હોય અથવા મદદ જોઈતી હોય, તો તમે અમારી Slack ટીમમાં જોડાઈ શકો છો. Slack ટીમમાં જોડાઓ.

હવે તમને અન્ય પ્રોજેક્ટ્સમાં યોગદાન આપવાનું શરુ કરવું જોઈએ! અમે સરળ ઈશ્યૂઝ ધરાવતા પ્રોજેક્ટ્સની યાદી બનાવેલ છે, જેને તમે શરૂ કરી શકો. પ્રોજેક્ટ્સની યાદી જુઓ.

વધુ સામગ્રી

અન્ય સાધનો સાથે ટ્યુટોરિયલ્સ

મુખ્ય પૃષ્ઠ પર પાછા જાઓ